બદ્રીનાથ - કેદારનાથ - ગંગોત્રી - યમુનોત્રી - હરિદ્વાર
દિવસ-૧ દિલ્હી થી હરીદ્વાર શુભ આગમન ( ૨૦૦ કિ.મિ. ૫/૬ કલાક )
દર ગુરુવાર પ્રવાસીની અનુકુળતા મુજબ ( સ્વખર્ચે ) રેલ્વે / એર દ્વારા યમુના નદીના કિનારે વસેલા ભારતની રાજધાની દિલ્હી આગમન બાદ દેવોની તપોભુમી અને પાવનગંગા નદીને કીનારે વસેલ યાત્રાધામ હરીદ્વાર રાત્રે આગમન બાદ આરામ. ( રાત્રી મુકામ હરીદ્વાર )
દિવસ-૨ હરીદ્વાર થી બારકોટ ( ૨૨૦ કિ.મિ. ૭/૮ કલાક )
સવારે ચા-નાસ્તા બાદ દહેરાદુન , મસુરી થઈને બારકોટ જવા રવાના , જ્યાં રસ્તામાં કેમ્પ્ટી ફોલ ની મુલાકાત, સ્વેચ્છા વિહાર , સમય ફ્રી , આરામ . ( રાત્રી મુકામ બારકોટ )
દિવસ-૩ બારકોટ થી યમનોત્રી ( ૩૬ કિ.મિ. ૧ કલાક )
સવારે ચા-નાસ્તા બાદ યમનોત્રી જવા રવાના , જ્યા રસ્તામાં હનુમાન ચટ્ટીની મુલાકાત , ત્યાથીં લોકલ જીપ દ્વારા ( સ્વખર્ચે ) જાનકી ચટ્ટી જવા રવાના , ત્યાથીં પ્રવાસીઓની અનુકુળતા મુજંબ ચાલીને અથવા ઘોડા કે ડોલી દ્વારા યમુનાજીના દર્શન માટે સમય ફ્રી , ૭ કિ.મિ. યમનોત્રી આગમન ત્યાં ગરમ પાણીના કુંડમાં સ્નાન , ત્યાર બાદ પુજા કરીને બારકોટ જવા રવાના . ( રાત્રી મુકામ બારકોટ )
દિવસ-૪ બારકોટ થી ઉત્તરકાશી ( ૧૦૦ કિ.મિ. ૩/૪ કલાક )
સવારે ચા-નાસ્તા બાદ બારકોટ થી ઉત્તરકાશી જવા રવાના , ત્યાર બાદ વિશ્વનાથ મંદીર મુલાકાત , ઉત્તરકાશી આગમન બાદ સમય ફ્રી, આરામ . ( રાત્રી મુકામ ઉત્તરકાશી )
દિવસ-૫ ઉત્તરકાશી થી ગંગોત્રી ( ૧૦૦ કિ.મિ. ૩/૪ કલાક )
સવારે ચા-નાસ્તા બાદ ઉત્તરકાશી થી ગંગોત્રી જવા રવાના , ભગીરથી નદીની મુલાકાત, ત્યાર બાદ ૧૦,૩૦૦ ફુટની ઉંચાઈએ આવેલ ગંગોત્રી આગમન બાદ ગંગાજીના દર્શન માટે સમય ફ્રી, સાંજે આગમન બાદ આરામ.
(રાત્રિ મુકામ ઉત્તરકાશી)
દિવસ-૬ ઉત્તરકાશી થી રૂદ્રપ્રયાગ (૧૭૫ કી.મી. ૬/૭ કલાક)
વહેલી સવારે ચા-નાસ્તા બાદ ઉત્તરકાશી થી રૂદ્રપ્રયાગ જવા રવાના, ત્યાર બાદ રસ્તામાં તહેરીધામની મુલાકાત, ત્યાર બાદ રૂદ્રપ્રયાગ આગમન, સમય ફ્રી, સાંજે આગમન બાદ આરામ. (રાત્રિ મુકામ રૂદ્રપ્રયાગ)
દિવસ-૭ રૂદ્રપ્રયાગ થી કેદારનાથ
વહેલી સવારે ચા-નાસ્તા બાદ રૂદ્રપ્રયાગ થી ગૌરીકુંડ જવા રવાના, ત્યાંથી પ્રવાસીઓની અનુકુળતા મુજબ ચાલીને અથવા ઘોડા કે ડોલી (સ્વખર્ચે) દ્વારા કેદારનાથ જવા રવાના, પ્રવાસીઓ પોતાની સાથે જરૂરી દવા, ગરમ કપડા વગેરે સાથે રાખવા, ત્યાર બાદ કેદારનાથ મંદિરના દર્શન. (રાત્રિ મુકામ કેદારનાથ)
દિવસ-૮ કેદારનાથ થી રૂદ્રપ્રયાગ
વહેલી સવારે ચા-નાસ્તા બાદ કેદારનાથ મંદિરના દર્શન કરીને પ્રવાસીઓની અનુકુળતા મુજબ ચાલીને અથવા ઘોડા કે ડોલી (સ્વખર્ચે) દ્વારા રૂદ્રપ્રયાગ જવા રવાના, આગમન બાદ સમય ફ્રી, આરામ. (રાત્રિ મુકામ રૂદ્રપ્રયાગ)
દિવસ-૯ રૂદ્રપ્રયાગ થી બદ્રીનાથ (૧૬૫ કી.મી. ૭/૮ કલાક)
સવારે ચા-નાસ્તાબાદ જોષીમઠ થી બદ્રીનાથ જવા રવાના, સાંજે બદ્રીનાથ મંદિરની આરતીના દર્શન, ત્યાર બાદ સમય ફ્રી, આરામ. (રાત્રિ મુકામ બદ્રીનાથ)
દિવસ-૧૦ બદ્વીનાથ થી જોષીમઠ (૪૪ કી.મી. ૨/૩ કલાક)
વહેલી સવારે ચા-નાસ્તા બાદ તપ્તકુંડમાં સ્નાન કરીને બદ્રી વિશાલના દર્શન કરીને બ્રહ્મકમાલ જે પીંડદાન શ્રદ્ધાથી પ્રચલીત છે જેની મુલાકાત બાદ વ્યાસ ગુફા, માતા ર્મુિત, ચરણ પાદુકા, ભીમ કુંડ, મુખ (સરસ્વતી નદી) ની મુલાકાત, ત્યાર બાદ જોષીમઠ આગમન બાદ આરામ. (રાત્રિ મુકામ જોષીમઠ)
દિવસ-૧૧ જોષીમઠ થી હરિદ્વાર (૨૮૪ કી.મી. ૯/૧૦ કલાક)
વહેલી સવારે નરસિંહ મંદિરના દર્શન કર્યા બાદ, લક્ષ્મણઝુલા, રામઝુલા તથા શંકરાચાર્ય મઠની મુલાકાત બાદ હરિદ્વાર આગમન, આરામ. (રાત્રિ મુકામ હરિદ્વાર)
દિવસ-૧૨ હરિદ્વાર/દિલ્હી (૨૦૦ કી.મી. ૬/૭ કલાક)
સવારે ચા-નાસ્તા બાદ શ્રી બાલાજી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા આયોજીત એક અવિસ્મરણીય યાદગાર પ્રવાસ સમાપ્ત.
(પ્રવાસીઓની અનુકુળતા મુજબ રેલ્વે/એર દ્વારા સ્વખર્ચર્ે શુભ પ્રયાણ)













