Print
PDF

દિલ્હી - મસુરી- હરિદ્વાર - નૈનીતાલ - કૌસાની - કોરર્બેટપાર્ક

 

દિવસ-૧  દિલ્હી શુભ આગમન

દર સોમવાર / શુક્રવાર  પ્રવાસીની અનુકુળતા મુજબ  ( સ્વખર્ચે ) રેલ્વે/એર દ્વારા દિલ્હી આગમન  બાદ યમુના નદીના કિનારે વસેલા ભારતની રાજધાની દિલ્હીના બિરલા મંદીર ,  રાષ્ટ્રપતી ભવન ( બહાર થી ) , કુતુબમીનાર ,  લોકલ સાઈટસીન , મેટ્રો ટ્રેનની સફર નો આનંદ માણો ( સ્વખર્ચે ) સાંજે ખરીદી માટે સમય ફ્રી , આરામ . (જે પ્રવાસીને અક્ષરધામ મંદીર જવુ હશે તેને સ્વખર્ચે વ્યવસ્થા કરી આપવામા આવશે )           ( રાત્રી મુકામ દિલ્હી )

દિવસ-૨ દિલ્હી થી મસુરી ( ૨૪૦ કિ.મિ. ૭/૮ કલાક )

સવારે ચા-નાસ્તા બાદ લીલાછમ પર્વતોની મહારાણી એવા મસુરી જવા રવાના , આગમન બાદ આરામ.    ( રાત્રી મુકામ દિલ્હી )

દિવસ-૩  મસુરી

સવારે ચા-નાસ્તા બાદ વિવિધ પ્રકારની વનસ્પતી , વન્ય પ્રાણીઓથી શોભતા એવા ગિરિમથક મસુરીના પ્રખ્યાત કેમ્પટી ફોલ્સ નું સાઈટસીન તેમજ કેબલકાર  મુસાફરીની મોજ માણો ( સ્વખર્ચે ) સાંજે માલરોડ પર ખરીદી માટે સમય ફ્રી , આરામ .                                                                                                     ( રાત્રી મુકામ મસુરી )

દિવસ-૪ મસુરી થી હરિદ્વાર ( ૨૪૦ કિ.મિ. ૭/૮ કલાક )
 

સવારે ચા-નાસ્તા બાદ દેવોની તપોભુમિ  અને પાવનગંગા નદીના કીનારે વસેલ પવીત્ર યાત્રાધામ હરિદ્વાર જવા રવાના ૠષિકેશ લોકલ સાઈટસીન ( ૩ કલાક ) લક્ષ્મણઝુલા સાઈટસીન કરી હરિદ્વાર આગમન ,  બાદ સાંજે હરકીપૈડી સ્વર્ગાશ્રમપર સાંજની ગંગા આરતી દર્શન બાદ સ્વેચ્છા વિહાર આરામ .       ( રાત્રી મુકામ મસુરી )

દિવસ-૫ હરિદ્વાર થી નૈનીતાલ (૨૨૫ કિ.મિ. ૭/૮ કલાક )

વહેલી સવારે હરિદ્વારમાં પવિત્ર નદીમાં ગંગાસ્નાન , આરતી દર્શન , ચા-નાસ્તા બાદ પ્રવાસીના દિલોદિમાગને સ્ફુર્તિથી ભરી દેતુ અલૌકિક ગિરિમથક એવા નૈનીતાલમાં આગમન બાદ આરામ . (રાત્રી મુકામ નૈનીતાલ )

દિવસ-૬ નૈનીતાલ  ( રાનીખેત - અલ્મોરા ) ( ૯૦  કિ.મિ.  ૨/૩ કલાક )

સવારે ચા-નાસ્તા બાદ સ્વેચ્છા વિહાર ,  ત્યાર બાદ રાનીખેતના ઝુલાદેવી ટેમ્પલ , ચોબાટીયા ગાર્ડન અને અલ્મોરા નંદાદેવી તેમ્પલ ,  લાલબજારનુ સાઈટસીન જ્યાં પ્રાકૃતિક સૌંદર્યના રસપાનની ફોતોગ્રાફીની મોજ માણો ( સ્વખર્ચે )       (રાત્રી મુકામ નૈનીતાલ )

દિવસ-૭   નૈનીતાલ

સવારે ચા-નાસ્તા બાદ નૈનીતાલમાં રોપ-વે જેમાં  સાત-તાલ ,  નવ કુંચીયાતાલ ,  ભીમતાલ તથા સાંજે નૈનીતાલમાં બોટીંગ તેમજ ઘોડેસવારીની મોજ માણો તથા નેપાળી બજારમાં ખરીદી માટે સમય ફ્રી, આરામ . (સ્વખર્ચે)      ( રાત્રી મુકામ નૈનીતાલ )

દિવસ-૮ નૈનીતાલ  થી કૌસાની (૧૧૫ કિ.મિ.  ૨/૩ કલાક )

સવારે ચા-નાસ્તા બાદ નૈનીતાલથી કૌસાની જવા રવાના  કૌસાની આગમન બાદ આશરે ૬૦૫૮ ફુટ ઉંચાઈએ હિમાલય પર્વત પર ખુબજ આકર્ષક દ્વારકાધીશનાં મંદીર ,  દુર્ગા ટેમ્પલ ,  વાઈલ્ડ લાઈફ સેન્સુરીમાં જંગલી પ્રાણીઓને નજીક થી જોવાનો તેમજ ફોટોગ્રાફીની મોજ માણો . ( સ્વખર્ચે )    ( રાત્રી મુકામ કૌસાની )

દિવસ-૯  કૌસાની  થી  કોર્બેટપાર્ક (  ૧૦૦ કિ.મિ.  ૨/૩ કલાક )

સવારે ચાં-નાસ્તા બાદ કૌસાની થી કોર્બેટપાર્ક જવા રવાના જીપ દ્વારા જંગલમાં વાઈલ્ડ લાઈફ સેન્સુરીમાં જંગલી પ્રાણીઓને નજીક થી જોવાનો અનેરો લ્હાવો માણો, (સ્વખર્ચે )  ત્યાર બાદ આરામ . ( રાત્રી મુકામ કોર્બેટપાર્ક )

દિવસ-૧૦  કોર્બેટપાર્ક થી દિલ્હી ( ૨૫૦ કિ.મિ.  ૬/૭ કલાક )

સવારે ચાં-નાસ્તા બાદ કોર્બેટપાર્ક થી દિલ્હી જવા રવાના ,  દિલ્હી આગમન  બાદ શ્રી બાલાજી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા આયોજીત એક અવિસ્મરણીય યાદગાર પ્રવાસ સમાપ્ત .


( પ્રવાસીઓની અનુકુળતા મુજબ રેલ્વે / એર દ્વારા સ્વખર્ચે શુભ પ્રયાણ )


નોંધઃ- દિવસ ૯ ની ટુર માં જોડાતા પ્રવાસીઓને  ટુર ઉપાડવાના સમય દરમ્યાન જણાવેલ હોટલ પર પહોચવાનું રહેશે ત્યાર બાદ દિલ્હી થી મસુરી જવા રવાના.
નોંધઃ- દિવસ ૭ ની ટુર માં જોડાતા પ્રવાસીઓએ હરિદ્વાર જણાવેલ હોટલ પર  ( સ્વખર્ચે ) પહોંચવાનુ રહેશે.


Download E-Brochure

Contact us

44, Vartalee Complex, 3rd Floor,
Opp. Narnarayan Complex,
Nr. Swastik Char Rasta,
Navrangpura,
Ahmedabad - 380 009.
M: 0960 11 55 333
Email: shreebalajitoursandtravels@yahoo.in