જમ્મુ - શ્રી નગર(કાશ્મીર) - સોનમર્ગ - ગુલમર્ગ - પહેલગાંવ – વૈષ્ણોદેવી
દિવસ-૧ જમ્મુ આગમન
દર બુધવાર/રવિવાર પ્રવાસીની અનુકુળતા ( સ્વખર્ચે ) મુજબ રેલ્વે/એર દ્વારા જમ્મુ શુભ આગમન બાદ સ્વેચ્છા વિહાર ખરીદી માટે સમય ફ્રી, આરામ. (રાત્રી રોકણ જમ્મુ )
દિવસ-૨ જમ્મુ થી શ્રીનગર (૨૮૦ કિ.મિ. ૧૦/૧૨ કલાક )
સવારે ચાં-નાસ્તા બાદ જમ્મુ થી શ્રીનગર જવા રવાના, રસ્તામાં ( મીની કાશ્મીર ) પટનીટોપની મોજ માણો (૨ કલાક ) ત્યાર બાદ શ્રીનગર રાત્રે આગમન બાદ આરામ. (રાત્રી રોકણ શ્રીનગર )
દિવસ-૩ શ્રીનગર થી સોનમર્ગ (૮૫ કિ.મિ. ૨/૩ કલાક )
સવારે ચાં-નાસ્તા બાદ ૨૭૪૦ મીટર ઉંચાઈ પર આવેલ MEDOW OF GOLD તરીકે જાણીતા સોનમર્ગની મુલાકાત. ( જો રસ્તો ખુલ્લો હોય અને મિલેટ્રીની પરવાનગી હોઈ તો જ ) (રાત્રી રોકણ શ્રીનગર )
દિવસ-૪ શ્રીનગર થી ગુલમર્ગ (૮૫ કિ.મિ. ૨/૩ કલાક )
સવારે ચાં-નાસ્તા બાદ પ્રક્રુતિ પ્રેમીઓને આચર્ય પમાડનાર ભુમી પરનુ સ્વર્ગ એવા ગુલમર્ગ ની મુલાકાત બાદ ગંડોલા કેબલ કાર દ્રારા સ્નો પોઇન્ટની મુલાકાત , ઘોડેસવારીની મોજ માણો. ( સ્વખર્ચે ) (રાત્રી રોકણ શ્રીનગર )
દિવસ-૫ શ્રીનગર ( લોકલ સાઈટસીન )
સવારે ચાં-નાસ્તા બાદ હિમાચ્છાદીત પર્વતમાળાઓની ખીણ વસેલા અને ભુમી પરનુ સ્વર્ગ એવા શ્રીનગરની મુલાકાત દરમ્યાન દાલલેકમાં ( ૨ કલાક ) શિકારાની સહેલગાહનો આનંદ માણો. ( સ્વખર્ચે ) બપોરે શાલીમાર બાગ , નિશાંતબાગ , સુપ્રસિધ્ધ શંકરાચાર્ય મંદિરની મુલાકાત બાદ ખરીદી માટે સમય ફ્રી , આરામ. ( રાત્રી રોકાણ શ્રીનગર )
દિવસ-૬ શ્રીનગર થી પહેલગાંવ ( ૧૦૦ કિ.મિ. ૨/૩ કલાક )
સવારે ચાં-નાસ્તા બાદ લીદર નદીના કિનારે આવેલ રોમાંચક દ્રશ્યોથી ભરપુર અને શિતલતાનો અનુભવ કરાવનાર એવા પહેલગાંવ આગમન , ત્યારબાદ સ્વેચ્છા વિહાર, સમય ફ્રી , આરામ . ( રાત્રી રોકાણ પહેલગાંવ )
દિવસ-૭ પહેલગાંવ ( ચંદનવાડી )
સવારે ચાં-નાસ્તા બાદ પહેલગાંવ થી ચંદનવાડીનુ સાઈટસીન જ્યાં કુદરતી વાતાવરણમાં ઘોડે સવારી ની મોજ માણો. ( સ્વખર્ચે ) સાંજે ખરીદી માટે સમય ફ્રી, આરામ ( રાત્રી રોકાણ પહેલગાંવ )
દિવસ-૮ પહેલગાંવ થી વૈષ્ણોદેવી ( ૩૦૦ કિ.મિ. ૧૦/૧૨ કલાક )
સવારે ચાં-નાસ્તા બાદ પહેલગાંવ જવા માટે રવાના , આગમન બાદ આરામ.( રાત્રી રોકાણ કતરા )
નોંધ- જે પ્રવાસીઓને વૈષ્ણોદેવીના પ્રવાસમાં ના જોડાવુ હોય તે પ્રવાસીઓને શ્રીનગર એરપોર્ટ ડ્રોપ કરવામા આવસે.
( પ્રવાસીઓની અનુકુળતા મુજબ એર દ્વારા સ્વખર્ચે શુભ પ્રયાણ )
દિવસ-૯ વૈષ્ણોદેવી દર્શન
અસંખ્ય શ્રધ્ધાળુઓની મનોકામના પુર્ણ કરનાર શ્રીવૈષ્ણોદેવી માતાના દર્શન માટે આખો દીવસ ફ્રી. ( ચાલીને , ઘોડા , ડોલી , હેલિકોપ્ટર દ્વારા સ્વખર્ચે ) ( રાત્રી રોકાણ કતરા )
દિવસ-૧૦ કતરા થી જમ્મુ ( ૫૦ કિ.મિ. ૨/૩ કલાક )
સવારે કતરા થી જમ્મુ જવા રવાના , જમ્મુ આગમન બાદ શ્રી બાલાજી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા આયોજીત એક એવો અવિસ્મરણીય યાદગાર પ્રવાસ સમાપ્ત .
( પ્રવાસીઓની અનુકુળતા મુજબ રેલ્વે/એર દ્વારા સ્વખર્ચે શુભ પ્રયાણ )









