દ.ભારત-બેંગલોર-મૈસુર-ઉટી-કોડાઈકેનાલ-રામેશ્વર-કન્યાકુમારી-તિરૂપતિ-મદ્રાસ
દિવસ-૧ બેંગલોર આગમન
દર ગુરુવાર પ્રવાસીની અનુકુળતા મુજબ (સ્વખર્ચે) રેલ્વે/એર દ્વારા બેંગલોર શુભ આગમન કર્ણાટક રાજયની રાજધાની એવા બેંગલોર આગમન બાદ સ્વેચ્છા વિહાર, એમ. જી. રોડ અને કિડ્સ કેમ્પ ખરીદી માટે સમય ફ્રી, આરામ. (રાત્રિ મુકામ બેંગલોર)
દિવસ-૨ બેંગલોર
સવારે ચા-નાસ્તા મ્યુઝીયમ અને કબનપાર્કની મુલાકાત બાદ વિધાનસભા (બહારથી) ટીપુ પેલેસ, બુલટેમ્પલ ગાર્ડન અને ઈન્દીરા ગાંધી મ્યુઝીકલ ફાઉન્ટનનું સાઈટસીન બાદ આરામ. (રાત્રિ મુકામ બેંગલોર)
દિવસ-૩ બેંગલોર થી મૈસુર (૧૩૫ કી.મી. ૪/૫ કલાક)
સવારે ચા-નાસ્તા બાદ બેંગલોર થી મૈસુર જવા રવાના, આગમન બાદ મનમોહક બગીચા ધરાવતા મૈસુરના સાઈટસીન, જગમોહન આર્ટ ગેલેરી (બહારથી) ચામુંડીહીલ, એક જ પથ્થરમાંથી બનાવેલ મંદિર અને મ્યુઝીકલ ડાન્સીંગ ફાઉન્ટન અને રોશનીથી ઝળહળતા પ્રસિધ્ધ વૃદાંવન ગાર્ડનની મુલાકાત (૩-૪ કલાક) રાત્રે ૬૫,૦૦૦ બલ્બથી ઝળહળતા પેલેસનું અદ્ભુત અને અલૌકિક લાઈટીંગ અને ફોટોગ્રાફીની મોજ માણો આરામ. (રાત્રિ મુકામ મૈસુર)
દિવસ-૪ મૈસુર થી ઉટી (૧૬૦ કી.મી. ૫/૬ કલાક)
સવારે ચા-નાસ્તા બાદ (ઈચ્છા હોય તેમને માટે) ૧૨૦૦ વર્ષ જુના જૈન તીર્થ ભગવાન શ્રી બાહુબલીના દર્શન બાકીના પ્રવાસીઓ માટે સ્વેચ્છા વિહાર, આરામ બાદ ઉટી જતા રસ્તામાં બંદીપુર અને મદુમલાઈના જંગલમાં પસાર થતા સુંદર ગિરિમથક એવા ઉટી આગમન બાદ આરામ. (રાત્રિ મુકામ ઉટી)
દિવસ-૫ ઉટી
સવારે ચા-નાસ્તા બાદ ૮૬૪૨ મીટરની ઉંચાઈએ આવેલા દોડા બેટા પીક (ફોટોગ્રાફી માટે ઉત્તમ) સેનેટરી રોઝ ગાર્ડનની મુલાકાત બાદ સાંજે ઉટી લેકમાં બોટીંગનો આંનદ માણો (સ્વખર્ચે) અને બોટાનીકલ ગાર્ડનની મુલાકાત સ્વેચ્છા વિહાર, આરામ. (રાત્રિ મુકામ ઉટી)
દિવસ-૬ ઉટી થી કોડાઈકેનાલ (૨૪૫ કી.મી. ૭/૮ કલાક)
વહેલી સવારે ચા-નાસ્તા બાદ ઉટી થી કોડાઈકેનાલ જવા રવાના, સુંદર ગિરિમથક એવા સાંજે કોડાઈકેનાલ આગમન બાદ સ્વેચ્છા વિહાર, આરામ. (રાત્રિ મુકામ કોડાઈકેનાલ)
દિવસ-૭ કોડાઈકેનાલ
સવારે ચા-નાસ્તા બાદ પીલરરોક ગ્રીનવેલી વ્યુ, ગોલ્ડફોર્સ સીલ્વર કાસ્ટેડ વોટર ફોલ્સની મુલાકાત ત્યાર બાદ સાંજે બોટીંગની મોજ માણો (સ્વખર્ચે) સ્વેચ્છા વિહાર, ખરીદી માટે સમય ફ્રી, આરામ. (રાત્રિ મુકામ કોડાઈકેનાલ)
દિવસ-૮ કોડાઈકેનાલ (મદુરાઈ) રામેશ્વર (૧૭૨ કી.મી. ૬/૭ કલાક)
સવારે ચા-નાસ્તા બાદ કોડાઈકેનાલ થી મદુરાઈ-કોઇમ્બતુર જવા રવાના (૧૩૦ કી.મી. ૩/૪ કલાક) મદુરાઈ-કોઇમ્બતુર આગમન બાદ ભવ્ય મિનાક્ષી મંદિર દર્શના બાદ જમીને મદુરાઈથી રામેશ્વર જવા રવાના, સાંજે રામેશ્વર આગમાન બાદ આરામ. (રાત્રિ મુકામ રામેશ્વર)
દિવસ-૯ રામેશ્વર થી કન્યાકુમારી (૩૨૦ કી.મી. ૯/૧૦ કલાક)
વહેલી સવારે ૪.૦૦ વાગે મણીના દર્શન કરવા હોય તેમણે ઉઠવું ત્યાર બાદ સમુદ્રમાં સ્નાન બાદ રામેશ્વર (૨૪ ફુટ જ્યોર્તિલિંગ) ના દર્શન કર્યા બાદ કન્યાકુમારી જવા રવાના, રાત્રે કન્યાકુમારી આગમન બાદ આરામ. (રાત્રિ મુકામ કન્યાકુમારી)
દિવસ-૧૦ કન્યાકુમારી થી મદ્રાસ(ચેન્નાઈ)
વહેલી સવારે સનરાઈઝ જોવા હોટલની અગાશી પર જવું ત્યાર બાદ ચા-નાસ્તા બાદ વિવેકાનંદ મેમોરીયલ રોક, ત્રિવેણી સંગમ, ગાંધી મેમોરીયલ રોક અને કન્યાકુમારી માતાના મંદિરની મુલાકાત બાદ (સ્વખર્ચે) રેલ્વે દ્વારા મદ્રાસ જવા રવાના. (રાત્રી મુસાફરી ટ્રેન દ્વારા)
દિવસ-૧૧ મદ્રાસ (ચેન્નાઈ)
સવારે મદ્રાસ આગમન બાદ પાર્થ સારથી ટેમ્પલ, કપાલેશ્વર મહાદેવ, અન્નાદુરાઈ સમાધી, મરીનાબીચની મુલાકાત, દરિયામાં ન્હવાની મોજ માણો, આરામ. (રાત્રિ મુકામ મદ્રાસ)
દિવસ-૧૨ મદ્રાસ (ચેન્નાઈ) થી તિરૂપતિ
સવારે ચા-નાસ્તા બાદ તિરૂમાલા હિલ પર ૩૦૦૦ ફુટની ઉંચાઈએ આવેલ બાલાજી ભગવાનના દર્શન (સવાર થી સાંજ) સાંજે મદ્રાસ આગમન બાદ ખરીદી માટે સમય ફ્રી, આરામ.
(નોંધ મદ્રાસ થી તિરૂપતી બલાજી જવા-આવવાના બસ ભાડા (સ્પે.દર્શન) રૂા. ૧૦૦ ટોકન ફી સહિતના Non A. C.. બસના ભાડાના ખર્ચ કપંની તરફથી રહેશે. (Delux Tour Only )
દિવસ-૧૩ મદ્રાસ (ચૈન્નાઈ)
સવારે ચા-નાસ્તા બાદ શ્રી બાલાજી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા આયોજીત એક અવિસ્મરણીય યાદગાર પ્રવાસ સમાપ્ત.
(પ્રવાસીઓની અનુકુળતા મુજબ રેલ્વે/એર દ્વારા સ્વખર્ચે શુભ પ્રયાણ)

















